Ahmedabad : ગુજરાત હાઈકોર્ટે કસ્ટમ વિભાગનો ઉધડો લીધો છે. જેમાં હાઇકોર્ટે કહ્યું કે, જ્યારે વ્યક્તિ નાણાં ભરવા તૈયાર હોય તેમ છતાંય તેણે પૈસા ક્યાં ભરવા તેની પણ માહિતી કસ્ટમ વિભાગના આપે એ કેવી રીતે ચલાવી લેવાય. તેમજ ઓનલાઇન પેમેન્ટ કે ચલણથી પેમેન્ટ બાબત ની વિગતો આપવાની જવાબદારી કસ્ટમ વિભાગની છે.
વ્યક્તિનો માલસામાન જપ્ત કર્યા પછી તે ડ્યુટી અને પેનલ્ટી ભરવા માંગતો હોય તો તેણે ક્યાં ભરવાની થશે એ તો કસ્ટમ્સ વિભાગે જાણ કરવી પડે.
આ સમગ્ર કેસમાં માલસામાન જપ્ત થયાના બીજા દિવસથી જ પોતે કસ્ટમ્સ ડ્યુટી અને પેનલ્ટી ભરવા તૈયાર હોવા છતાં એક વ્યક્તિનો માલસામાન ઉપરાંત 10 મહિના સુધી કસ્ટમ્સ વિભાગે ન છોડતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.
જેમાં કસ્ટમ્સ વિભાગના ડેપ્યુટી કમિશનર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમજ ડયુટી અને પેનલ્ટીની ચુકવણી માટે અરજદાર ડેપ્યુટી કમિશનરને જઈને મળે અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી પોતાનો સામાન છોડાવે તેવી કોર્ટે ટકોર કરી હતી.