AHMEDABAD : ગ્રાન્ટ ઇન એઇડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાના રાજ્ય સરકારના નિર્ણયનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના અધ્યાપકો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદની સી.યુ.શાહ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે આ કાયદાને અધ્યાપક અને વિદ્યાર્થી વિરોધી ગણાવ્યો છે અને આ કાયદાને લીધે અધ્યાપકોને રિટાયરમેન્ટ પછીના લાભો નહીં મળી શકે તેમજ અધ્યાપકોની નોકરીનું રક્ષણ પણ નહીં રહે તેવા આક્ષેપો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓની ફી માં રૂ.2500ની જગ્યાએ 25 થી 55 હજાર રૂપિયાનો વધારો પણ થઈ શકે છે.