Tue. Jan 14th, 2025

AHMEDABAD / જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કોલેરાના 59 કેસ નોંધાયા, શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો

AHMEDABAD : અમદાવાદ શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં ચાલુ વર્ષે સૌથી ગંભીર ગણાતા કોલેરાના 59 કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં કોલેરાના કેસ પહેલીવાર નોંધાયા છે. આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશન દ્વારા એકપણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો.

 

આ કેસ કયા સમયગાળામાં નોંધાયા છે તે બાબત પણ ખાનગી રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કોલેરાનો સૌથી વધુ કેર લાંભા અને મણિનગરમાં છે. લાંભામાં સૌથી વધુ 24 કેસ છે, જ્યારે મણિનગરમાં 12 કેસ નોંધાયા છે.આ વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષિત પાણી આવતું હોવાનું સાબિત થઈ ગયું છે.

 

Related Post

Verified by MonsterInsights