AHMEDABAD : શહેરમાં તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ નથી રહ્યો. ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે, ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.
સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી થઇ છે. બે તસ્કરોએ વહેલી સવારે 3 વાગ્યે દેરાસરમાં ઘુસી ચોરી કરી છે.
આ તસ્કરોએ દેરાસરના બે મોટા ભંડારા એટલે કે દાનપેટીની ચોરી કરી છે.
ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છે કે હજી 6 દિવસ પહેલા જ શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી હતી.