Wed. Dec 4th, 2024

Ahmedabad : દોઢ વર્ષ બાદ કિડની હોસ્પિટલમાં ખુલ્યું ઓપરેશન થીએટર, લીવર ટ્રાન્સપ્લાન્ટ બન્યું શક્ય

કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર અમદાવાદમાં થઇ હતી. અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્ર્મણ ફેલાયું હતું. પરંતુ હવે કોરોના કાબુમાં આવી ગયો છે. ત્યારે શહેરની કિડની હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવી છે. કોરોનાના કાળના દોઢ વર્ષ બાદ અમદાવાદ કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરતું ઓપરેશન થીએટર ખુલ્યું છે.

કિડની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કરાઈ હોવાથી હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી ટ્રાન્સપ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ 31 મીમે ના રોજ ઓપરેશન કામગીરીમાં છૂટ મળતા લીવર ટ્રાન્સપ્લાન્ટ ફરી શક્ય બન્યું હતું. કોરોનાના સમયમાં ચંદીગઢથી લાવવામાં આવેલા લીવરને ઉપલેટના 48 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ડોક્ટરને સફળતા મળી છે.

કોરોનાની મહામારીમાં આંતરરાજ્ય લીવરની હેરફેર કરવી અશક્ય હતી છતાં અશક્ય કામગીરી પાર પાડવામાં આવી છે. 23 વરસના યુવાનનું મૃત્યુ થતા તેના પરિવારજનો દ્વારા લીવર દાન કરવામાં આવ્યું હતું. ચંદીગઢથી લાવવામાં આવેલા લીવરને ઉપલેટના 48 વર્ષના દર્દીમાં 11 કલાકના ઓપરેશન બાદ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

લીવર અંગે કિડની હોસ્પિટલ ના ડો.પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે સવારની ફ્લાઈટમાં કિડની હોસ્પિટલની ટીમ ચંદીગઢ પહોંચી હતી. અને ત્યાંથી લીવર સ્વિકારી અમદાવાદ આવી. અહીં દર્દીના ઓપરેશનની તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી. રાત્રે 1 વાગે ઓપરેશન કર્યું જે 11 કલાક બાદ પુર્ણ થયું.

તેઓએ વધુમાં જણાવ્યું કે લીવર આપનાર અને ટ્રાન્સપ્લાન્ટ થનાર દર્દીનું એબી બ્લડ ગ્રુપ હતું. જે 5 ટકા લોકોમાં હોય છે. ઉપલેટાના દર્દીને લીવર બદલવું અનિવાર્ય હતું. આખરે આ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતા સફળ સર્જરી કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights