અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાંધીનગરના કલોકમાં ભારે વરસાદ સાથે કરાનો વરસાદ થયો હતો.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.
શહેરના ગોતા, એસજી હાઈવે, બોપલ, સોલા, શીલજ, જગતપુર, ચાંદખેડામાં ભાર વરસાદ શરૂ થયો છે. ત્યારે વરસાદને કારણે ગોતા, સોલા, શીલજ, બોપલ, જગતપુર તરફ વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે કલોલમાં ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા.