Ahmedabad : અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં ચિંતા છવાઇ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, અમે હાલમાં અહીં સલામત છે.
અફઘાનિસ્તાનમાં સલામત નથી. તેથી વિદ્યાર્થીઓ હાલ અહીં જ રહેવા માગે છે. સમગ્ર અફઘાનિસ્તાનમાંથી હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં આશરે 30થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.
જે પૈકીના 15થી વધુ વિદ્યાર્થીઓ B.sc.,BBA, BCAમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. ક્રિમિનલ સાયકોલોજીમાં PHD કરી રહેલા વિદ્યાર્થીએ જણાવ્યું કે, આશરે 20 વર્ષ બાદ અમારા દેશમાં સત્તા પલટો થયો છે. નવી સરકારના કારણે નવી નીતિનું ગઠન થતાં સ્વાભાવિક વિલંબ થાય તેમ છે.
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સલામતિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપવી જોઈએ.