Tue. Jan 14th, 2025

AHMEDABAD : સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

AHMEDABAD: એકતરફ તબીબોની હડતાળ ચાલી રહી છે,તો બીજીતરફ છેલ્લા ઘણા સમયથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. જુનિયર ડોકટરોની હડતાળને કારણે સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો છે, તો અન્ય દર્દીઓ સારવાર માટે કણસી રહ્યાં છે. સારવાર માટે આવતા દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર મળતી નથી. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.

જુદા જુદા રોગના દર્દીઓ સારવાર માટે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે, પણ તેમને સારવાર નથી મળતી. દર્દીઓએ કહ્યું હતું કે સવારે વહેલા આવવાથી તેમનો નંબર જલ્દી આવી જશે અને તેમની સારવાર જલ્દી થશે એવી આશાથી વહેલા આવી જાય છે, પરંતુ ડૉક્ટર્સની હડતાળને પગલે દર્દીઓ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા તેઓ મજબૂર બન્યા છે.

 

Related Post

Verified by MonsterInsights