Sat. Oct 5th, 2024

Ahmedabad : હજુ 20 ટકા વેપારીઓનું રસીકરણ બાકી, ફરજિયાત વેક્સિનેશનની સમય મર્યાદા વધારવા વેપારીઓની માંગ

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકાર વેક્સીનેશન ઝડપી કરી રહી છે. જેમાં પણ ખાસ વેપારીઓને 15 ઑગસ્ટ પહેલા ફરજીયાત વેક્સીન લેવા આદેશ કર્યો છે.જેને પગલે વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. રાજ્ય સરકારનો અને કોર્પોરેશન સહયોગ દ્વારા 80 ટકા વેપારીઓને વેક્સિન મળી ચૂકી છે. પરંતુ વેક્સિનનો જથ્થો ઓછો હોવાના કારણે હજુ 20 ટકા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે.

એવામાં વેપારીઓનું કહેવું છે કે, જો રાજ્ય સરકાર વેપારીઓ માટે વેક્સિનેશનની સમય મર્યાદા માટે રાહત નહીં આપે તો તહેવારોના સમયમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે આ અગાઉ સરકારે વેપારીઓ માટે ફરજિયાત રસીકરણ તારીખ 31 જુલાઇ સુધી લંબાવી હતી અને ત્યાર બાદ આ તારીખ 15 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights