Bhavnagar : કોરોનાથી હજુ તો માંડ કળ વળી છે ત્યાં નવી ઉપાધિ સામે આવી છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂ એ પગપેસારો કરી દીધો છે. સ્વાઇન ફ્લૂના અહેવાલ સામે આવતા જ ભાવનગરમાં લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનામાંથી માંડ માંડ રાહત મળી છે ત્યાં સ્વાઇન ફ્લૂના અહેવાલે શહેરભરમાં દહેશત ફેલાવી દીધી છે. ભાવનગરના આનંદનગર વિસ્તારનો 30 વર્ષનો યુવક સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયો છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા આ યુવાનના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. જેનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.