ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાની તબિયત ફરી અચાનક બગડી છે. ચોપડા મેડલ જીત્યા બાદ દસમા દિવસે મંગળવારે પાનીપત પહોંચ્યા હતા. નીરજને ખંડરામાં સ્વાગત કાર્યક્રમથી સ્ટેજની પાછળથી લઈ જવામાં આવ્યો હતો. અહેવાલો આવી રહ્યા છે કે, નીરજને ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, તે હજુ સુધી જાણી શકાયું નથી કે તેને કઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નીરજ સતત 3 દિવસથી તાવ આવી રહ્યો છે, પરંતુ તેમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા બિમાર
છેલ્લા ઘણા સમયથી ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા બિમાર છે. તેમને તાવની સાથે ગળું પણ ખરાબ છે. જો કે, તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તબિયત ખરાબ હોવાને લીધે નીરજ શુક્રવારે હરિયાણા સરકારની દ્વારા આયોજીત સન્માન સમારોહમાં ભાગ લઈ શક્યા નહોતા. તે વીડિયો કોન્ફોરન્સ દ્વારા આ સમારોહમાં જોડાયા હતા.