Thu. Apr 25th, 2024

BIG NEWS:બાસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી

By Shubham Agrawal Jul28,2021

બાસવરાજ બોમ્માઇને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.અહેવાલોનું માનીએ તો રાજ્યમાં બે ડેપ્યુટી મુખ્યપ્રધાનની પણ ટુંક સમયમાં નિમણુક કરવામાં આવશે.બાસવરાજ બોમ્માઇએ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તેઓ બી.એસ.યેદીયુરપ્પાના નજીકના વ્યક્તિ માનવામાં આવી રહી છે.

રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન બી.એસ.યેદીયુરપ્પાએ બે વર્ષનો કાર્યકાળ પુરો થતા મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને મંગળવારે મુખ્યપ્રધાનના પદ માટે બાસવરાજ બોમ્માઇના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

કાર્યવાહક મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ બોમ્મઇના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેને કરજોલ અશોક ઇશ્વરપ્પા અને બધા જ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જે બાદ કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાને બોમ્મઇને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હોવાની જાહેરાત કરી હતી.

એવા અહેવાલો છે કે  કર્ણાટક ભાજપના નેતા સુધાકરે કહ્યું હતું કે આ નિર્ણય બધા જ ધારાસભ્યોની સર્વસમ્મતિથી લેવામાં આવ્યો હતો. તેમને માત્ર પાર્ટીની અંદર જ નહીં બહારથી પણ સમર્થન મળ્યું હતું.

આગામી મુખ્યમંત્રીનું પદ સંભાળવા જઇ રહેલા બોમ્મઇ પણ યેદિયુરપ્પાની જેમ જ કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાય સાથે સંકળાયેલા છે. બોમ્મઇએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં શપથ ગ્રહણ સમારોહ અંગે જાહેરાત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે કોરોના મહામારીની સામે પહોંચી વળવાની કામગીરીને સંભાળવી એ અમારી પ્રાથમિક્તા રહેશે અને આ કામ એક મોટો પડકાર પણ છે. આપણે કોરોના મહામારી સામે લડવાનું છે.

જનતા દળ છોડીને બોમ્મઇ 2008માં ભાજપમાં સામેલ થયા હતા. તેઓ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ બે વખત એમએલસી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના પિતા એસઆર બોમ્મઇ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights