પોપ્યુલર શો બાલિકા વધૂ સહિત અનેક મોટા શો અને ફિલ્મોનો હિસ્સો રહી ચુકેલા અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે અવસાન થયું છે. શુક્રવારે (16 જુલાઈ) સવારે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું છે. થોડા સમય પહેલા સુરેખા સીકરીને બીજો બ્રેક સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી તેમની તબિયત ખરાબ રહેતી હતી.
સેલેબ્સ સહિત અનેકે આપી શ્રદ્ધાંજલિ
3 વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલા સુરેખા સીકરીના અવસાનથી બોલિવુડ અને ટીવી કોરિડોરમાં શોકની લહેર પ્રસરી છે. અનેક સેલેબ્સે સુરેખા સીકરીના અવસાનને લઈ દુખ વ્યક્ત કર્યું. સુરેખા સીકરીના ચાહકો સહિત અનેક સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરેખા સીકરીએ બાલિકા વધૂમાં દાદી સાનો રોલ ભજવ્યો હતો અને આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.