Wed. Dec 4th, 2024

BIG NEWS / રૂપાણી સરકારની મહત્વની જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહન પોલિસીને લઈને મહત્વની જાહેરાત કરી છે. એક નિવેદનમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, “ગુજરાતમાં અનેક મુદ્દાઓ પર પોલિસી જાહેર કરાઇ છે. ભારતમાં ગુજરાતએ પોલિસી ગ્રીવન સ્ટેટ મુદ્દે આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયાસો ચાલુ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ટુ-વ્હીલર્સ માટે 50,000 રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી છે. તો થ્રી વ્હીલર્સ માટે રૂ .50,000 ની સબસિડી અને ફોર વ્હીલર્સ માટે 1.5 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી છે.’

આ ઇંધણ પર હવે વાહનો દોડશે, પેટ્રોલ-ડીઝલ નહીં!

પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ચિંતા કરનારાઓ માટે હવે કેન્દ્ર સરકાર હવે આવતા 8 થી 10 દિવસમાં મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનને અનિવાર્ય બનાવવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ પગલું ખેડૂતોને મદદ કરશે અને દેશના અર્થતંત્રને વેગ આપશે.

2020-21 ના રોટરી જીલ્લા સમ્મેલન વીડિયો કોન્ફરન્સને સંબોધન કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે વૈકલ્પિક ફ્યુઅલ ઇથેનોલની કિંમત પ્રતિ લિટર 60-62 રૂપિયા છે. દેશના ઘણા ભાગોમાં, પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે. આ માટે ઇથેનોલનો ઉપયોગ કરવાથી ભારતીયો પ્રતિ લિટર 30 થી 35 રૂપિયા બચશે થશે.

Related Post

Verified by MonsterInsights