કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) એ મંગળવારના રોજ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET) ની માન્યતા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, CTET પ્રમાણપત્ર હવે આજીવન માટે માન્ય રહેશે. બોર્ડે રજૂ કરેલા મુદ્દા મુજબ આ પ્રમાણપત્રની માન્યતા અગાઉ 7 વર્ષ હતી.
CTET પ્રમાણપત્ર લાઇફટાઇમ માટે માન્ય રહેશે
નવા નિયમો અનુસાર, “નિયુક્તિ માટે TET ક્વોલિફાઇંગ સર્ટિફિકેટની વેલિડિટીનો સમય જ્યાં સુધી યોગ્ય સરકાર દ્વારા અન્યથા સૂચિત નહીં કરવામાં આવે તો ત્યાં સુધી જીવનભર તે માન્ય રહેશે.” અહેવાલો અનુસાર,નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ની નોટિસને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
NCTE એ પત્ર નંબર NCTE-Reg1011 / 78/2020-US (Regulation) -HQ / 99954-99992 તારીખ 9/6/2021 માધ્યમથી માન્યતાનો સમયગાળો લાઇફટાઇમ માટે વધારવાના પોતાના નિર્ણયના વિશે તમામને સૂચિત કર્યા છે. નિયમોના ક્લોઝને અપડેટ કરવામાં આવી હતી.
CTET પ્રમાણપત્રની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે
તમને જણાવી દઈએ કે, CBSE દર વર્ષે CTET પરીક્ષા લે છે. ટીચર એલિઝિબિલિટી ટેસ્ટ કેન્દ્ર સરકારની સ્કૂલોમાં ધોરણ 1થી 8 સુધી ટીચિંગના પદો પર અરજી કરનાર ઉમેદવાર માટે શિક્ષક પાત્રતા પરીક્ષા જરૂરી છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. જુલાઈ અને ડિસેમ્બરમાં. આ ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરીષદ દ્વારા વર્ષમાં બે વખત CTET નું આયોજન કરવામાં આવે છે. CTET ના પેપર-1માં શામેલ થનાર ઉમેદવાર પ્રાઇમરી ધોરણો (1થી 5 ધોરણ) સુધી અભ્યાસ કરાવા પાત્ર છે આ સાથે જ પેપર-2માં શામેલ થનારા ઉમેદવારો ઉચ્ચ પ્રાથમિક ( ધોરણ 6થી 8 ) સુધી અભ્યાસ કરાવા માટે પાત્ર છે.