તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15ની વિનર બની છે. કપરા ટાસ્ક, ઘણા ઝઘડા, ભાવુક રીતે ઉતાર-ચડાવ અને ઘરમાં 120 દિવસ પસાર કર્યા બાદ, 15મી સીઝનના વિનરનું ટાઈટલ તેજસ્વીને મળ્યું છે. તેણે કો-કન્ટેસ્ટન્ટ પ્રતીક સહજપાલને મ્હાત આપી હતી.

એક્ટ્રેસને બિગ બોસ 15ની ચમકતી ટ્રોફી મળી હતી અને 40 લાખની રોકડ ઈનામી રકમ પણ મળી હતી. આટલું જ નહીં તેને એકતા કપૂરનો સુપરનેચરલ ફેન્ટસી થ્રિલર શો ‘નાગિન 6’ પણ મળ્યો છે. નાગિન ફ્રેન્ચાઈઝીની છઠ્ઠી સીઝનની જાહેરાત ઘણા સમય પહેલા જ કરી દેવામાં આવી હતી અને જ્યારે તેજસ્વી પ્રકાશ ઘરમાં હતી ત્યારે મેકર્સે તેના પર પસંદગી ઉતારી હતી. નાગિન 6નો ખુલાસો ઘરની અંદર જ થયો હતો, જ્યારે તેજસ્વીની ઓળખ નવી નાગિન તરીકે કરવામાં આવી હતી.

તેજસ્વી પ્રકાશને ઘરની અંદર કરણ કુંદ્રામાં પ્રેમ પણ મળ્યો. તેમના સંબંધોએ પણ ઘણા ઉતાર-ચડાવ જોયા, તેમની વચ્ચે ઘણા ઝઘડા થયા પરંતુ અંતમાં તેમનું પેચઅપ પણ થઈ જતું હતુ.

એક્સ-કન્ટેસ્ટન્ટ્સ ગૌતમ ગુલાટી, રુબીના દિલૈક, ગૌહર ખાન, શ્વેતા તિવારી અને ઉર્વશી ધોળકિયા ઈનામી રકમમાંથી 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ઘરમાં ગયા હતા. નિશાંત ભટ્ટ 10 લાખ રૂપિયા લઈને બહાર થયો હતો.

તેજસ્વી પ્રકાશના કરિયરની વાત કરીએ તો, તેણે 2012માં ટીવી શો ‘2612’થી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે સંસ્કાર-ધરોહર અપનો કી, સ્વરાગિની-જોડે રિશ્તો કે સૂર, પહરેદાર પિયા કી અને સિલસિલા બદલતે રિશ્તો કા જેવા શોમાં કામ કર્યું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page