Thu. Jan 16th, 2025

BREAKING NEWS: અમદાવાદના પ્રહલાદનગરમાં ઝૂંપડાઓમાં લાગી આગ,પોલીસે આખો વિસ્તાર ખાલી કરાવ્યો

અમદાવાદનાના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી છે. 10થી 12 ઝૂંપડાઓમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામા આવ્યા છે.ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતા વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલા હોવાથી આગને કાબુમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલીઓ પડતા મકાનો પર ચડી અને ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

આસપાસના મકાનોમાંથી લોકો પોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે. ઝૂંપડાઓ સમગ્ર બળીને ખાક થઈ ગયા છે.

Related Post

Verified by MonsterInsights