Corona Vaccination : કોરોનાની બીજી લહેરે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. હાલ કોરોનાનાં સંક્રમણ વચ્ચે એક માત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. ત્યારે સમગ્ર દુનિયામાં વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાલ અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકોનાં વાલીઓમાં બાળકોને લઈને ચિંતા જોવા મળી રહી છે. તેની વચ્ચે ચીન દ્વારા બાળકોને પણ વેક્સિન આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી મીડિયામાં અપાયેલા સત્તાવાર નિવેદનમાં સિનોવાક બાયોટેક કંપનીના અધ્યક્ષ “યિન વેડોંગે” આ નિર્ણય અંગે માહિતી આપી હતી.
મહત્વપૂર્ણ છે કે, ચીને તેના બાળકોને કોરોના વાયરસ વેક્સિન આપવા માટે ” સિનોવાક બાયોટેક” કંપનીને ઈમરજન્સી મંજુરી આપી છે. આ સાથે જ ત્રણ વર્ષ સુધીનાં બાળકોને રસી આપવાની મંજૂરી આપનાર ચીન દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. હવેથી 3 થી 17 વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવશે. આ પહેલાં કોમ્યુનિટી દેશમાં ફક્ત 18 અને તેથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.
ચીનનાં સરકારી મીડિયામાં અપાયેલા સત્તાવાર નિવેદનમાં સિનોવાક બાયોટેક કંપનીના અધ્યક્ષ “યિન વેડોંગે” આ નિર્ણય અંગે માહિતી આપી હતી. જે કે સરકારે દ્વારા હજુ સુધી કોઈ સુનિશ્ચિત તારીખ જાહેર કરી નથી.
બાળકોનું ક્લિનિકલ ટ્રાયલ્સ રહ્યું સફળ
અહેવાલોનું માનીએ તો, સિનોવાક રસીના પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાયલ સફળ રહ્યું હતું. સિનોવાક રસી બાળકોના શરીરમાં રોગપ્રતિકારક પ્રતિભાવને વેગ આપતી જોવા મળી છે. ઉપરાંત બાળકો પર રસીની વિપરીત અસરો પણ ખૂબ ઓછી થઈ છે.
ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનાર બાળકોને પ્રથમ રસીના બે નિયમિત ડોઝ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બાદમાં તેને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. પરિણામે ભાગ લેનાર બાળકોનાં શરીરમાં એક અઠવાડિયાની અંદર 10 વખત એન્ટિબોડીઝ ઉત્પન્ન થયા અને 15 દિવસમાં તે 20 ગણો વધ્યા.
સિનોવાક વેક્સિન બાદ સિનોફોર્મ પણ સરકાર પાસે માંગી મંજુરી
સિનોવાક પછી હવે ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે પણ સરકાર પાસે બાળકોને રસી આપવા માટે મંજૂરી માંગી છે. ઉપરાંત , કેનસિનો બાયોલોજિક્સની રસી ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કામાં છે. જેમાં 6 થી 17 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે,અત્યાર સુધી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોનું વેક્સિનેસન કરવામાં આવતું હતું. જો ચીન ઉપરાંત અન્ય દેશમાં પણ બાળકોને વેક્સિન લગાવવામાં આવશે તો કોરોનાનાં સંક્રમણને રોકી શકાશે.