આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ ,ઝોન મહામંત્રી અને જિલ્લા પ્રભારી ઓ સાથે પરામર્શ થયા મુજબ દાહોદ જિલ્લા ભારતીય જનતાપાર્ટી મીડિયા સેલના જિલ્લાના ઇન્ચાર્જ અને સહ ઇનચાર્જ ની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ ઇન્ચાર્જ શેતલ કુમાર અશ્વિનભાઈ કોઠારી,સહ ઇન્ચાર્જ દિનેશકુમાર નંદ કિશોર શાહ તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મીડિયા સેલ ના સહ-ઇનચાર્જ તરીકે ફતેપુરાના રીતેશભાઈ પટેલની પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે.