દાહોદ જિલ્લા મા ટુ વ્હીલર મોટર સાયકલ માટેની સીરીઝમાં ગોલ્ડન અને સીલ્વર નંબર માટે હરાજી યોજાશે

દાહોદનાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે, ટુ વ્હીલર મોટર સાયકલની GJ20BA સીરીઝમાં ગોલ્ડન અને સીલ્વર નંબરની ઓક્સન શરૂ કરવામાં આવનાર છે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http://parivahan.in/fancy હેલ્પમાંથી મળી રહેશે તો ઇચ્છુક વાહન માલિકો સેલ લેટર અથવા ઇન્સ્યોરન્સની તારીખ થી સાત દિવસમાં સીએનએ ફોર્મ ભરીને વાહનોનું રજીસ્ટ્રેશન કરી ઓક્સનમાં ભાગ લઇ શકશે.

આ માટે આગામી તા. ૧૦ ડિસેમ્બરથી તા. ૧૨ ડિસેમ્બરના રોજ ઉક્ત સાઇટ ઉપર લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા. ૧૩ ડિસેમ્બર થી તા. ૧૪ ડિસેમ્બરના રોજ ઓકસન માટે બીડીગ ઓપન થશે. તા. ૧૫ ડિસેમ્બરે ફોર્મ બપોરના ૨ વાગ્યા સુધીમાં જમા કરાવવાની રહેશે. અરજદારોએ વાહન ખરીદ કર્યા તારીખથી ૭ દિવસમાં સીએનએ ફોર્મ ભરેલું હોવું જોઇએ. વેલીડ સીએનએ ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરાશે.
હારજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દીવસમાં નાણા જમા કરાવવાના રહેશે. ઓનલાઇન ઓક્સન દરમિયાન આરબીઆઇના નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે.
વાહનમાલિકો ખાસ નોંધ લે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી સીએનએ ફોર્મ ભર્યા બાદ ૬૦ દિવસનાં અંદરના અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights