*ફતેપુરા તાલુકાના નાનાબોરિદા ગામ ના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી રતનબેન ધંગાભાઇ મછાર જોડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સીધો સંવાદ કરાયો.*
*પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તાથી તેમના ખાતામાં રૂપિયા જમાં થયા*
*પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નાનાબોરિદા ગામના તલાટી અને ગ્રામ સેવક મારફતે આવાસ વિશે માહિતી આપવામાં આવી*
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાબોરિદાના રહેવાશી રતનબેન ધંગાભાઇ મછાર જોડે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં P.M. નરેન્દ્ર મોદી દ્વારા લાભાર્થી જોડે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.
નાનાબોરિદા ગામના તલાટી અને ગ્રામ સેવક મારફતે આ વિધવાબેનને આવાસ યોજના વિશે માહિતી આપવામાં આવી અને તેમના ડોક્યુમેન્ટ જમા કર્યા પછી તેમનું આવાસ મંજૂર કરવામાં આવ્યું. તાલુકા પંચાયતના ફતેપુરાના આઈ.આર.ડી.શાખાના AEE દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ જેમાં પહેલો હપ્તો ૩૦૦૦૦ હજારનો બીજો હપ્તો ૫૦૦૦૦ હજારનો ત્રીજો હપ્તો સ્લેબ સંપૂર્ણ ધાબુ ભરાઈ ગયું એટલે ત્રીજો હપ્તો ૪૦૦૦૦ રૂપિયા મળી ટોટલ ૧૨૦૦૦૦ રૂપિયા સહાય ચૂકવવામાં આવી.પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ માટે રતનબેન ધંગાભાઇ મછારને P.M. નરેન્દ્ર મોદી દ્વારા લાભાર્થી જોડે સીધો સંવાદ કર્યો હતો.