Sun. Oct 13th, 2024

DAHOD-પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને ઝીલતી દાહોદની સરકારી પ્રાથમિક શાળાઓ

*શિક્ષણકાર્ય બાબતે જનજાગૃતિ અર્થે સરકારી પ્રાથમિક શાળાઓની નવતર પહેલ*

*પ્રધાનમંત્રીશ્રીએ પંચાયત મહાસંમેલનમાં રજૂ કરેલા વિચારને આધારે ૧૭ સરકારી પ્રાથિમક શાળાઓએ શાળા જન્મદિવસની કરી ઉજવણી*

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ગુજરાતની શાળાઓના સ્થાપના દિવસને જન્મ દિવસ તરીકે ઉજવણી કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ વિચારનું અમલીકરણ કરતા દાહોદ જીલ્લામાં ૧૬૪૭ પ્રાથમિક શાળાઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૧૭ સરકારી પ્રાથિમક શાળાઓએ શાળા જન્મદિવસની ઉજવણી ધામધુમથી કરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખે જણાવ્યું કે, દાહોદ જીલ્લાની ૧૭ શાળાઓ પૈકી દાહોદ તાલુકાની ૧, દેવગઢ બારિયાની ૫, ધાનપુરની ૩, ગરબાડાની ૨ લીમખેડાની ૫ અને ઝાલોદની ૧ સરકારી પ્રાથમિક શાળાઓએ ભવ્ય શાળા જન્મ દિવસની ઉજવણી કરી છે. જેમાં શાળા કક્ષાએ બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ જેવા કે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગ્રામ જાગૃતિ, સફાઈ અભિયાન થકી દિન વિશેષની ઉજવણી કરવામાં આવી. શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમામ બાળકોએ અભૂતપૂર્વ ઉત્સાહથી ભાગ લીધો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ સ્થાનિક અગ્રણીઓ, એસ.એમ.સી. અધ્યક્ષ તથા સદસ્યો, શાળાના ભૂતપૂર્વ વિધાથીઓ તથા ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. શાળાના ભૂતપૂર્વ વિધાથીઓએ પોતાના શાળા સમયના સંસ્મરણો વિધાથીઓ સમક્ષ રજુ કરી જીવનમાં ભણતરનું શું મહત્વ છે તે પરત્વે વિધાથીઓને માર્ગદર્શન આપ્યું હતું. વર્ષો અગાઉ આ વિસ્તારના શિક્ષણ અર્થે ચિતા કરી શાળાની સ્થાપના કરનાર વડીલોનો પણ આ તબક્કે ઋણ સ્વીકાર કરાયો હતો.
વધુમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાએ ૭૫ જેટલા વૃક્ષ વાવવા, ૭૫ જેટલા વ્યકિતઓને વ્યસનમુક્ત કરવા, પ્લાસ્ટિક મુક્ત ગામ, સ્વચ્છ ગામ કરવા માટે ગામ સાફ સફાઈનું આયોજન વગેરે પરત્વે ભવિષ્યમાં અસરકારક રીતે કાર્યક્રમો કરવા તે પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ પરત્વે તમામ શાળાઓએ સંકલ્પ લીધો હતો.
શાળાના જન્મ દિવસના પ્રસગે ગામના સરપંચશ્રી, ભૂતપૂર્વ વિધાથીઓ, એસ.એમ.સી. અધ્યક્ષ તથા સભ્ય તથા ગ્રામજનો દ્વારા શાળાઓમાં અંદાજે ૫ લાખ રૂપિયા દાન સ્વરૂપે આપી શાળાઓને પ્રોત્સાહન પણ પૂરું પાડેલ હતું. અને હવે જયારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૦ એપ્રીલના રોજ દાહોદની પધારી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights