Sat. Oct 5th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના કંથાગર ગામે ચાલતા જુગારધામ પર પોલીસની રેડ એક ઈસમ ઝડપાયો ત્રણ ઇસમો ફરાર

તારીખ 28 જુલાઈ 2021 ના રોજ સુખસર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ વીર સિંહ તથા સ્ટાફના માણસો સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ફરતા ફરતા સાંજના સાડા છ વાગ્યે કંથાગર ગામે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કંથાગર ગામે આંબા ચોકડી ઉપર આવેલ બાબુભાઈ કલાભાઈ ના પાન મસાલા ના ગલ્લા ની આગળ ઓટલા ઉપર અમુક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા સુખસર પોલીસ બાતમીવાળી જગ્યાએ ખરાઇ કરવા જતા ત્યાં બાબુભાઈ કલાભાઈ ના પાન ના ગલ્લા આગળ અમુક માણસો ગોળ કુંડાળું કરી જુગાર રમતા જોવા મળ્યા હતા જેથી તેઓને કોર્ડન કરીને પકડવા જતા ત્રણ ઈસમો ભાગી છૂટ્યા અને એક ઈસમ પકડાઈ ગયો હતો સદર પકડાયેલા ઇસમ ને તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ બીપીન ભાઈ બાબુભાઈ બારીયા રહેવાસી કંથાગર નિશાળ ફળિયું જણાવ્યું હતું અને તેને ભાગેલા બીજા ઈસમનો નામ પુછતા તેણે જણાવેલ કે (1)રાયસીંગભાઈ વાઘાભાઈ પરમાર (2)રમેશભાઈ ભૂરાભાઈ પરમાર તથા (3) મુકેશભાઈ ચુનીયા ભાઈ બારીયા તમામ રહેવાસી કંથાગર નિશાળ ફળિયું તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ના હોવાનું જણાવ્યું હતું સદર પકડાયેલા ઇસમ પાસેથી તેના પેન્ટના ખિસ્સામાંથી અસ્ત-વ્યસ્ત મૂકેલા રોકડા રૃપિયા ૪૦ તેમજ પાન મસાલા ના ગલ્લા આગળ ઓટલા ઉપર માં છુટા છવાયા પત્તાપાના તેમજ રોકડ રૂપિયા ૨૫૦ પડેલા મળી આવેલ હોય સદર પકડાયેલ ઇસમપાસેથી મળી આવેલ રૂપિયા તથા પાનાપતા તેમજ ઓટલા ના પટમાંથી મળી આવેલ 250 રૂપિયામળી કુલ રૂપિયા 290 નો મુદ્દામાલ ઝડપીને સુખસર પોલીસ 1 ઈસમની ધરપકડ કરીને અન્ય ફરાર થયેલા 3 ઈસમોની પકડવાના ચક્રો ગતિમાન કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે

Related Post

Verified by MonsterInsights