Fri. Nov 8th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના નવનિયુક્ત પ્રાંત અધિકારી એ ચાર્જ સંભાળ્યો

આજે તારીખ 28 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના પ્રાંત અધિકારી તરીકે કુલદીપ દેસાઈઍ ચાર્જ સંભાળ્યો છે.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં આજે ફતેપુરા તાલુકાના નવનિયુક્ત પ્રાંત અધિકારી તરીકે કુલદીપ દેસાઈ ચાર્જ સંભાળ્યો છે તેઓ ચાર્જ સંભાળી ને  મામલતદાર કચેરીના તમામ ખાતાના અધિકારી સાથે સૌજન્ય મુલાકાત યોજી હતી.

તેઓએ ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર તેમજ મામલતદાર કચેરીના તમામ ખાતાના અધિકારીઓ સાથે મહેસુલી,વહીવટી બાબતે ચર્ચા-વિચારણા કરી હતી તથા હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી તેમ જ 2જી ઓગસ્ટે શરૂ થતા  સેવા સેતુ કાર્યક્રમના આયોજન બાબતે ચર્ચાઓ કરી હતી તેમજ મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી શાખા પુરવઠા શાખા મધ્યાન ભોજન શાખા મહેસુલ શાખા વગેરે શાખાની મુલાકાત પણ લીધી હતી અને ચાલતી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો

Related Post

Verified by MonsterInsights