આજરોજ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સંવેદના દિન નિમિત્તે નાગરિકોને વિવિધ જન હિતકારી યોજનાઓના દસ્તાવેજો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશને આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને રાખી યોજવામાં આવ્યો હતો.તેવી જ રીતે બલૈયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય વહીવટમાં 77,જ્યારે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ની 205 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.તેમજ 13 આવકના,1 ઉંમરના 1 ડુપ્લીકેટ રેશનકાર્ડ,14 સોગંદનામા,130 નામ દાખલ તથા 5 નામો રદ કરવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના 6 જ્યારે મહેસુલ વિભાગના 13 કામનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તે સાથે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળ સુરક્ષા યોજના દ્વારા 5 બાળકોને 2-2 હજારની સહાય ચુકવવામાં આવી.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં 209 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.જ્યારે 28 પશુઓને ગાયનેક સારવાર આપવામાં આવી હતી.અને 65 પશુઓને મેડિસિન સારવાર કરવામાં હોવાનું જાણવા મળે છે.પશુ સારવાર કેમ્પમાં પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સંગાડા,આર.ડી ગામેતી,પશુ નિરીક્ષક તથા પશુપાલન સ્ટાફ હાજર રહ્યો હતો.અને પશુપાલકોને પોતાના પશુઓને કોઈપણ મુશ્કેલી ઉભી થાય તો સમયસર સારવાર મેળવી પશુઓને તંદુરસ્ત રાખવા આહવાન કર્યું હતું.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, પ્રાંત કલેકટર ઝાલોદ,ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી,ફતેપુરા તાલુકા મામલતદાર,જિલ્લા સભ્ય સોનલબેન મછાર,તાલુકા શિક્ષણાધિકારી ચંદાણા, તાલુકા સભ્ય,બલૈયા સરપંચ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.