Mon. Oct 7th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે ઇન્ડિકા ગાડીમાં શોર્ટ સર્કિટ થી આગ લાગી

આજે તારીખ 28 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે એક ઈન્ડીકા ગાડી માં શોર્ટસર્કિટથી આગ લાગી હતી જેમાં સવાર ત્રણ વ્યક્તિઓ સમય સુચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો

આજે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા હાઇવે માર્ગ ઉપર રૂપાખેડા ગામ એક ઈન્ડીકા ગાડી GJ01HL4699 મા શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી જેની ચાલક ને જાણ થતાં તાત્કાલિક ગાડી ઉભી રાખી સમય સુચકતા વાપરી ગાડી બંધ કરી તેમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ સહિત ગાડીની બહાર નીકળી જતા ત્રણેવ નો આબાદ બચાવ થવા પામ્યો છે.જ્યારે આ ગાડી આગમાં સંપૂર્ણ પણે બળી ને રાખ થઈ જવા પામી હોવાનું પણ જાણવા મળે છે

Related Post

Verified by MonsterInsights