તારીખ 25 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકામાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારે તારીખ 31 જુલાઈ 2021 ના સુધી મા દરેક વેપારીઓએ કોરોના વેક્સીન નો પ્રથમ ડોઝ લેવાનું ફરજિયાત કર્યું છે
જેના પગલે તારીખ 25 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેના અનુસંધાને ફતેપુરા તાલુકામાં પણ આરોગ્ય કેન્દ્રોમાં કોરોના નું રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકાના વેપારીઓ સહિત 1000 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું
જેમાં ફતેપુરા આરોગ્ય કેન્દ્રમાં 250, ઘુઘસ આરોગ્ય કેન્દ્રમાં 150 હડમત આરોગ્ય કેન્દ્રમાં 150, સુખસર આરોગ્ય કેન્દ્રમાં 250 તેમજ બલૈયા આરોગ્ય કેન્દ્રમાં 200 મળી કુલ 1000 લોકો નું રસીકરણ કરવામાં આવ્યું છે.