Tue. Sep 17th, 2024

DAHOD-ફતેપુરા નગરમાં ઠેરઠેર મચ્છરો અને કીચડ નો ત્રાસ.જો તંત્ર દ્વારા તાત્કાલિક સાફ સફાઈ કરાવામાં નહીં આવે તો નગરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે

આજે તારીખ 23 august 2021 સવારની પરિસ્થિતિએ ફતેપુરા નગરમાં ઠેર ઠેર ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં નરી આંખે જોવાય તેવા જાતજાતના મચ્છરો ફરી રહ્યા છે આ મચ્છરોના ત્રાસથી નગરમાં રોગચાળો ફાટી નિકળવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ વરસાદ ઓસર્યા બાદ ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં કાદવ-કિચડ નું સામ્રાજ્ય ફેલાયેલું છે જેમાં પણ અલગ અલગ પ્રકારના મચ્છરો જોવા મળી રહ્યા છે જો લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાબોચિયા તેમજ કાદવ-કિચડ ની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ફતેપુરા નગરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં.
આમ ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારોમાં કિચડ તેમજ મચ્છરોના ઉપદ્રવથી ફતેપુરા નગરમાં રોગચાળો ફાટી નિકળવાની ભીતિ સેવાઈ રહી છે

 

Related Post

Verified by MonsterInsights