આજે તારીખ 24 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં વલુંડી ગામના પાદરમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત જાહેર સભા યોજાઇ હતી.
જેમા કોરોના કાળ મા મૃત્યુ પમેલા લોકો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી ને કાર્યક્રમ ની શરુઆત કરવામા આવી હતી.
આ કાર્યક્રમ મા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા ,વિજયભાઇ સુવાળા તેમજ આમ આદમી પાર્ટી ફતેપુરા તાલુકા પ્રમુખ અને ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા