આજે તારીખ 15 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ ખાતે ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઇ પારગી દ્વારા ધ્વજારોહણ કરીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
ધ્વજ વંદન કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ પારગી ઉપ પ્રમુખ પંકજભાઈ પંચાલ ફતેપુરા ના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ તેમજ ફતેપુરા સહકારી મંડળીના તમામ અધિકારીઓ કર્મચારીઓ તેમજ મંડળીના તમામ સભ્યો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા