આજે તારીખ 3 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ સહકારી મંડળી ની દુકાન નંબર એક ખાતે અન્નોતસવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા ફતેપુરા તાલુકાના વિવિધ મહાનુભાવોએ ઉપસ્થિત થઈને દીપ પ્રગટાવીને અન્નોત્સવ નો શુભારંભ કરાવ્યો હતો ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
અન્નોત્સવ નિમિત્તે ફતેપુરા નગરના વિવિધ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ જિલ્લા સહવાલી તથા દાહોદ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પંકજભાઈ પંચાલ તેમજ ફતેપુરા સહકારી મંડળીના ચેરમેન અશ્વિન ભાઈ પારગી તેમજ ફતેપુરા ના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ તેમજ ફતેપુરા ઉપસરપંચ મનોજભાઈ કલાલ સહિત ફતેપુરા સહકારી મંડળીના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ફતેપુરા તાલુકાના વિવિધ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતુ