આજે તારીખ 3 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન નંબર 1 માં અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

આ ઉત્સવની ઉજવણી નિમિત્તે મોટીરેલ પૂર્વ ગામના ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મોટી રેલ પૂર્વ ગામના દુકાન નંબર 1 ના સંચાલક જયેશભાઈ દ્વારા સુંદર રીતે આયોજન કરીને લાભાર્થીઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં મોટીરેલ પૂર્વ ગામના સરપંચ ,તલાટી, સભ્યો તથા ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page