Sat. Nov 2nd, 2024

DAHOD-રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લામાં વક્તૃત્વ અને લોકગીત સ્પર્ધાનુ આયોજન

દાહોદ, તા. ૧૧ : રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લામાં વક્તૃત્વ અને લોકગીત સ્પર્ધાનુ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજન કરવા આવ્યું છે. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરનાં માર્ગદર્શનમાં આ સ્પર્ધા ઓનલાઇન યોજાશે.
ઉપરોક્ત સ્પર્ધા બે વય ગૃપમા ઓનલાઇન યોજવાની છે. આગામી તા. ૧૮/૦૮/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમા સ્પર્ધકે વક્તૃત્વ અને લોકગીતની વિડીયો ક્લીપ બનાવી જેમા પોતનુ નામ વય ગૃપ, શાળા સંસ્થાનુ નામ બોલવુ તથા તે વિડિઓ ક્લિપ સાથે અધાર કાર્ડ, પોતાની બેંક પાસ બૂકની પ્રથમ પાનાની ઝેરોક્ષ સાથે ઉક્ત તારીખ પહેલા સી.ડી. પેનડ્રાઇવથી અથવા dsodahod12@gamil.com પર અત્રેની કચેરીને મોકલી આપવી.
સ્પર્ધામાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીનાં સ્પર્ધકો એટલે કે તા. ૩૧-૧૨-૧૯૮૬ પછી જન્મેલા અને ૩૫ વર્ષથી ઉપરનાં એટલે કે ૩૧-૧૨-૧૯૮૬ પહેલા જન્મેલા એમ બે વિભાગ રાખવામાં આવ્યા છે. આગામી તા. ૧૮ ઓગસ્ટ સુધીમાં ઉક્ત ઇ-મેઇલ પર કે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ, સરવે ભવન, પ્રથમ માળ, કોંફરંસ હોલ, છાપરી, દાહોદ ખાતે મોકલવાની રહેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી, દાહોદે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
૦૦૦

Related Post

Verified by MonsterInsights