Sat. Oct 5th, 2024

DAHOD-વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફતેપુરા માર્કેટયાર્ડ ખાતે યોજાશે: ધારાસભ્ય.

ફતેપુરા તાલુકા સહિત દેશ અને વિશ્વભરમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાનમાં લઇ કોરોનાના નિયમોને આધીન ઉજવણી કરવા માટે સુખસર ખાતે પોલીસ વિભાગ અને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાની જાણકારી આપવામા આવી હતી. તેમજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ માર્કેટ યાર્ડ ખાતે યોજાશે તેવુ જણાવ્યુ હતું.

ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં દરેક તાલુકા મથકોએ રાજ્ય સરકાર દ્વારા 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોરોના મહામારીના નિયમ મુજબ ઉજવણી કરવા સૂચના અપાઇ છે.તેમજ આ તહેવાર દરમિયાન રેલી,પ્રદર્શન,તલવાર,બંદૂક જેવા મારક હથિયારો સાથે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી સીમિત મર્યાદામાં ઉજવણી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ફતેપુરા તાલુકા કક્ષાનો માર્કેટયાર્ડ ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે.જે બાબતે સુખસર ખાતે પોલીસ વિભાગ દ્વારા ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને મીટીંગ કરવામાં આવી હતી.જેમાં સુખસરપી.એસ.આઈ એન.પી.સેલોત દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન કોરોના મહામારીના નિયમો અને જાહેરનામાની માહિતી આપવામાં આવી હતી.
તેમજ ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત આગેવાનો,સરપંચોને જણાવ્યું કે, પોતાના ગામ વિસ્તારમાં ઉજવણી કરવી,વૃક્ષારોપણ કરવું,રેલી કાઢવી નહીં,શસ્ત્રોના પ્રદર્શનો કરવા નહીં. તેમજ ફતેપુરા માર્કેટયાર્ડ ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં પણ કોરોનાના નિયમો પ્રમાણે અને સીમિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવનાર છે તેવું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાર્ટીના મહામંત્રી નાનુભાઈ ભગોરા,જાંલુભાઈ સંગાડા સુખસરના સરપંચ નરેશભાઈ કટારા, સાગડાપાડાના આગેવાન બાબુભાઇ અમલીયાર સહિત સરપંચો આગેવાનો અને પોલીસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights