દાહોદ, તા. ૧૧ : દાહોદની સરકારી ઈજેનેરી કોલેજના એપ્લાઈડ મિકેનિક્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની સાથે પ્રોફેસરના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી એડવાન્સ લેવેલની “ફંડામેંટલ્સ ઓફ જીઓટેકનિકલ અને સ્ટ્કચરલ એંજિન્યરીંગ ફોર સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ” વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેંટ પ્રોગ્રામ એઆઇસીટીઇ અટલ ટ્રેઈનીગ, ભારત સરકાર દ્વારા મંજૂર થતાં આયોજન કરાયું છે.
ઉક્ત પ્રોગ્રામ આગામી તા: ૩૦/૦૮/૨૦૨૧ થી ૦૩/૦૯/૨૦૨૧ સતત ૫ દિવસ વિષયનાં નિષ્ણાતો દ્વારા લેકચર આપવામાં આવશે. આ ટ્રેનિગ પ્રોગ્રામ દ્વારા જીઓટેકનિકલ અને સ્ટ્કચરલ એંજિન્યરીંગના વિશ્વ સ્તર પર થયેલ એડવાન્સ સંશોધનોની જાણકારી તથા વિશાળ માહીતી વિવિધ ભારતભરના વિવિધ તજજ્ઞનો દ્વારા ઓનલાઈન મોડ દ્વારા આપવામાં આવશે.
ઉક્ત કાર્યક્રમ થકી દેશના શહેરી તથા ગ્રામીણ ક્ષેત્રમાં જીઓટેકનિકલ અને સ્ટ્કચરલ એંજિન્યરીંગ વિષે માહિતી આપવાનો ઈરાદો ધરાવે છે. આ ફેકલ્ટી ડેવેલપમેંટ પ્રોગ્રામનું આયોજન એપ્લાઈડ મિકેનિક્સનાં ડો. કે. બી. પરીખ – એસોસિએટ પ્રોફેસર દ્વારા પ્રિન્સિપાલ ડો. પી. કે. બ્રહમભટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. આ કાર્યક્રમ માં ભાગ લેવા ઈચ્છુક જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ તેમજ સહભાગીઓએ https://atalacademy.aicte-india.org/login. પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.