દાહોદ લોકસભા વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર ના જન્મદિન નિમિત્તે આજે ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા પંચ કૃષ્ણ મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. ચાકલીયા ના ઘુઘર દેવ મંદિરે હવન નો કાર્યક્ર્મ નું આયોજન કરાયું હતું તેમજ સાંસદનું આવનારું વર્ષ સુખમય અને આરોગ્યપ્રદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જિલ્લામાં અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.