DAHOD-ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

આજે તા.04/09/2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ મળેલ હતી જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ,ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર, તાલુકા વિકાસ અધિકારી  જગતસિહ ઠાકોર ,તાલુકા પંચાયતના પ્રમુખ રમિલાબેન,ફતેપુરા CDPO, ફતેપુરા P.S.I. સી બી બરંડા તેમજ અમલીકરણ અધિકારી હાજર રહ્યા હતા.

તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગમાં ફતેપુરા નગરમાં ભા થયેલા દબાણોના મુદ્દે ચર્ચા થઈ હતી તેમજ સુખસર ગામે આવેલ નદીમા સુખસર ગામ ના ગ્રામજનો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે જેથી નદીનું પાણી દુષિત થાય છે અને નદીનું વહેણ બંધ થઈ જવાની શક્યતા હોય નદીમાં કચરો નાખવાનું બંધ થાય તે માટેનુ આયોજન કરવું તેમજ નજીકના દિવસોમાં ગણપતિ ના તહેવારો ની શરૂઆત થવાની હોય ગણપતી સ્થાપના માટે ની ચર્ચા તેમજ ચાર ફુટથી વધુ ઊંચાઈ ની ગણપતિ ની મૂર્તિ લાવવી નહિ સ્થાપના કરવી નહીં તેમજ હાલમાં ચાલતા કોરોનાવાયરસ ને લઈને શોભાયાત્રા કાઢવાની રહેશે નહીં તેની તમામ જવાબદારી આયોજકોની રહેશે તેમજ તાલુકામાં વિવિધ યોજનાઓના અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા માટે ની ચર્ચા વિચારણાના કરવામાં આવેલ હતી તેમજ તાલુકામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન જટિલ વધતી જતી સમસ્યા ના નિકાલ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી આમ ફતેપુરા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ ચર્ચા વિચારણાના અંતે પૂર્ણ જાહેર થયેલ હતી

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights