Fri. Sep 20th, 2024

DAHOD-FATEPURA-રાજસ્થાનથી ગુજરાતમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના એક યુવકને લખણપુર ચોકડી પરથી રૂ. 25205 ના મુદ્દામાલ સાથે સુખસર પોલીસે ઝડપી પાડ્યો

રાજસ્થાનથી ગુજરાતમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના એક યુવકને લખણપુર ચોકડી પરથી રૂ. 25205 ના મુદ્દામાલ સાથે સુખસર પોલીસે ઝડપી પાડ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.પી. સેલોત તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ઘાટાવાડા ગામ તરફથી એક નંબર વગરની મોટરસાયકલ ઉપર એક ઈસમ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈને આવે છે.
સદર બાતમી મળતા સુખસર પીએસઆઇ તથા સ્ટાફના માણસો એ લખણપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સદર વર્ણન વાળી બાઇક આવતા બાઈકચાલક પોલીસને જોઇ જતા ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને સતર્કતાથી ઝડપી પાડયો. સદર ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રદીપભાઈ રાજુભાઈ ગરાસીયા રહેવાસી હાંડી તળાવ ફળિયુ તાલુકો ગાંગડતલાઈ જિલ્લો બાસવાડા રાજસ્થાન નચ હોવાનું જણાવ્યું હતું એની બાઈક ની તપાસ કરતા બાઈક ઉપર વિમલ નો થેલો પડેલો જણાયો હતો.થેલો ખોલીને પોલીસે તપાસ કરતાં વિમલ ના થેલામાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ જાતનો કુલ 87 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 10262 નો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે સદર પ્રદીપભાઈ રાજુભાઈ ગરાસીયા રહે હાંડી તળાવ ફળિયુ તાલુકો ગાંગડ તલાઈ જિલ્લો બાસવાડા રાજસ્થાનભારતીય બનાવટના ઇંગલિશ દારૂ ના જથ્થા તથા નંબર વગરની Hero Hf Deluxe મોટર સાયકલ જેની કિંમત રૂપિયા 15000 મળી કુલ રૂપિયા 25205 ના મુદ્દામાલ સાથે ઝડપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી ને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Post

Verified by MonsterInsights