બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ફરી એકવાર DPL નુ આયોજન કરીને ફરી એકવાર શરમજનક સ્થિતીમાં મુકાવુ પડ્યુ છે. આ પહેલા શાકિબ અલ હસને અંપાયર સામે સ્ટંપ ને લાત મારી હતી. હવે શબ્બીર રહેમાને એવી હરકત કરી છે કે, DPL ના આયોજકોએ પણ નીચે જોવું પડ્યુ છે. શબ્બીરે શેઠ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબના સાથી ઈલિયાસ સન્ની પર ઈંટ વડે હુમલો કર્યો હતો. અને જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી.
અગાઉ શાકિબ અલ હસનને એક જ મેચમાં બે અભદ્ર કૃત્ય કરવા બદલ ત્રણ મેચ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તેને પાંચ લાખ ટકા (બાંગ્લાદેશી નાણાં) નો દંડ પણ ફટકાર્યો હતો. DOHS સ્પોર્ટસ ક્લબ અને શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ વચ્ચે DPL ની મેચ રમાઈ રહી હતી. ઇલિયાશ સન્ની ધનમંડી ક્રિકેટ ક્લબનો ખેલાડી ડીપ સ્કેવર પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. દરમિયાન શબ્બીર રહેમાન બાઉન્ડ્રીની નજીક આવી ગયો. તેણે ઇંટ લઇને ઇલિયાશ સન્ની પર હુમલો કર્યો. અને જાતિવાદી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું.
આ શરમજનક પરિસ્થિતિ લઇને DPLના આયોજકોને, મેદાન વચ્ચે હુમલાની ઘટનાથી નિચુ નાંખવાની સ્થિતી સર્જાઇ હતી. મેચ સમાપ્ત થયા બાદ શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ એ ઢાકા મેટ્રોપોલીસની ક્રિકેટ સમિતિને ફરીયાદ નોંધાવી હતી. પત્ર લખીને ફરીયાદ કરતા શબ્બીરને સજા આપવા માંગતો પત્ર લખ્યો હતો. ફરિયાદમાં શબ્બીર પર જાતિવાદી ટિપ્પણી કરવાનો પણ આરોપ છે.
સન્નીએ કહ્યું ઘટનાઓનો ક્રમ
સન્નીએ ઘટના બાદ કહ્યું કે, હું આજની મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. બસ ત્યારે જ રૂપગંજ ટીમની બસ બીકેએસપી 3 ગ્રાઉન્ડ પાસે આવી. શબ્બીરે આઉટફીલ્ડની બહારથી મને કાલો કાલો બોલાવીને મને ચીડવાનું શરૂ કર્યું. મેં તેમને ત્રણ વખત પૂછ્યું કે શું તે ખુદ સમજી રહ્યું છે કે તે શું બોલે છે. જો કે, તેણે તેમ કરવાનું ચાલુ રાખ્યું. મે પહેલા કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે થોડી વાર પછી તેણે મારી ઉપર પથ્થર ફેંકી દીધો. મેં આ વિશે અંપાયરને ફરિયાદ કરી, મેચ થોડા સમય માટે બંધ થઈ ગઈ. મેં આ વિશે મેચ રેફરી સાથે પણ વાત કરી.
શબ્બીર અને સન્નીની ક્રિકેટ કારકીર્દિ
બાંગ્લાદેશ તરફથી શબ્બીર રહેમાને 11 ટેસ્ટ, 66 વનડે અને 44 ટી -20 મેચ રમી છે. શબ્બીરના હુમલાનો ભોગ બનેલા ઇલિયાશ સન્ની પણ બાંગ્લાદેશનો ક્રિકેટનો ખેલાડી રહ્યો છે. સન્નીએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે 4 ટેસ્ટ અને 4 વનડે મેચ રમી છે. તેણે 7 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. શબ્બીર સન્ની પર હુમલો કરે તે પહેલા જ 2018 માં તે વિવાદોમાં ફસાયો ચુક્યો છે. તે ત્યારે જ જ્યારે તે સાઇટની સ્ક્રીન પાછળ ગયો અને કિશોરને માર્યો હતો.