EPFOએ કોરોના કાળમાં 920 કરોડના ક્લેઇમ કર્યા પાસ

177 Views

કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું. જેને લીધે સામાન્ય નાગરિકની આર્થિક સ્થિતિ પણ કફોડી થઇ ગઈ. જોકે, આ કપરી સમસ્યામાં EPFO દેશના નાગરિકો માટે સંજીવની બનીને આગળ આવ્યું છે. EPFOએ કોરોના કાળની સમસ્યાઓમાં લોકોને મદદ થઇ શકે તે માટે કરોડો રૂપિયાના પીએફના દાવાઓને પાસ કરીને લોકોની સમસ્યા દૂર કરી છે.

નિવૃતિ ફંડનું સંચાલન કરતી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પોતાના ગ્રાહકોને કોવિડ -19 દ્વારા થતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ માટે 46 લાખ ઉપાડ દાવાની પતાવટ કરી છે. આ અંતર્ગત સંગઠને રૂ.920 કરોડનું ચુકવણું કર્યું છે. EPFOએ તેની માહિતી આપી છે.

PMGKY અંતર્ગત ચુકવણીની યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત સરકારે કોવિડ -19 ની સંકટપુર્ણ સ્થિતીમાં નોન રિફંડેબલ એડવાન્સ ચુકવણી યોજનાની જોગવાઇ કરી. આ યોજના એપ્રિલમાં શરૂ થઈ હતી. આ અંતર્ગત, ઈપીએફઓ સ્ટેકહોલ્ડર્સ તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની કુલ થાપણમાંથી અડધી રકમ અથવા ત્રણ મહિનાના મૂળ પગાર – બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થું માથી જે પણ ઓછું હશે તે પાછું ખેંચી શકે છે.

46 લાખ ક્લેઇમ કર્યા પાસ

EPFOએ એક નિવેદનમાં જણાવ્યું કે,સામાજિક સુરક્ષા અભિયાનને આગળ ધપાવતા ઈપીએફઓએ કોવિડ -19 રોગચાળા બાદ અત્યાર સુધીમાં આશરે 46 લાખ દાવાઓની પતાવટ કરી ચૂક્યું છે અને તેમના અંતર્ગત લગભગ 920 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ઈપીએફઓએ કોવિડ -19 સંબંધિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પ્રોવિડન્ટ ફંડ ઉપાડના દાવાની પતાવટ માટે મહત્તમ ત્રણ દિવસની મર્યાદા નક્કી કરી છે.

ઈપીએફઓનાં નિવેદન મુજબ, દિલ્હી વેસ્ટના રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ઉત્તમ પ્રકાશે કહ્યું કે, ઈપીએફઓની દિલ્હી પશ્ચિમ ઓફિસ – દેશમાં સૌથી વધુ દાવાઓ મેળવતું કાર્યાલય બન્યું છે, કચેરીએ આ દરમિયાન પ્રાપ્ત કરેલા દૈનિક ધોરણે પતાવવા માટે કેટલીક નવીન પદ્ધતિઓ અને વધુ સારા કાર્ય અનુભવો પોતાની કાર્યપ્રણાલીમાં ઉમેર્યા છે. ઉત્તમ પ્રકાશે કહ્યું કે ઈપીએફઓ દિલ્હી પશ્ચિમ ઓફિસે અત્યાર સુધીમાં રૂ. 155 કરોડનાં લગભગ એક લાખ કોવિડ -19 દાવાની પતાવટ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *