Wed. Sep 11th, 2024

Fathers day 2021 : ફાધર્સ ડેનો ઇતિહાસ શું છે? ફાધર્સ ડે જુદા જુદા દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે

Fathers day 2021 : આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો કે, માતાપિતા, મિત્રો અને માર્ગદર્શકોના મહત્વને ઉજવવા માટે કોઈ ચોક્કસ તારીખ અથવા દિવસની જરૂર નથી. તેમ છતાં, દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 20 જૂને, ત્રીજા રવિવાર હોવાથી પિતાનો દિવસ આજે ઉજવાશે. ખાસ કરીને બાળકો આ વિશેષ દિવસની રાહ જોતા હોય છે.

ફાધર્સ ડેની પરંપરા

ફાધર્સ ડે માટેની તારીખ અને વર્ષ-દર-વર્ષે બદલાય છે. મોટાભાગના દેશોમાં ફાધર્સ ડે જૂનમાં ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં પિતાનો મહત્વ સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો સેન્ટ જોસેફની યાદમાં 19 માર્ચે ફાધર્સ ડેની ઉજવણી કરે છે. તાઈવાનમાં ફાધર્સ ડેની ઉજવણી 8 ઓગસ્ટે કરવામાં આવે છે. થાઇલેન્ડમાં, 5 ડિસેમ્બર, ભૂતપૂર્વ રાજા ભૂમિબોલ અદુલ્યાદેજનો જન્મદિવસ ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

ફાધર્સ ડે કેવી રીતે શરૂ થયો ?

એક વેબસાઇટ અનુસાર, ફાધર્સ ડેનો ઇતિહાસ ખુશીનો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ભયાનક માઇનિંગ અકસ્માત પછી તેને પ્રથમ ચિહ્નિત કરવામાં આવ્યું હતું. જુલાઇ 5, 1908 ના રોજ વેસ્ટ વર્જિનિયાના ફેરમોન્ટમાં થયેલા ખાણકામના અકસ્માતમાં સેંકડો લોકોના મોત નીપજ્યાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બધા માણસોની યાદમાં જૂનનો ત્રીજો રવિવાર આ દિવસ તરીકે સૂચવવામાં આવ્યો.

થોડા વર્ષો પછી બીજી મહિલા, સોનોરા સ્માર્ટ ડોડે તેના પિતા, સિવિલ વોરના દિગ્ગજ નેતાના માનમાં ફરીથી ફાધર્સ ડેની ઉજવણી કરવાનું શરૂ કર્યું. જેમણે એક માતાપિતા તરીકે છ બાળકોને ઉછેર્યા. રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા જૂનના ત્રીજા રવિવારે વાર્ષિક ઉજવણી કરવામાં આવતા 1972માં એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ત્યાં સુધી ફાધર્સ ડેની ઉજવણી એટલી લોકપ્રિય નહોતી

 

Related Post

Verified by MonsterInsights