GOOD NEWS: આજથી ગુજરાતમાં પેટ્રોલ 12 અને ડીઝલ 17 રૂપિયા સસ્તું..

0 minutes, 0 seconds Read

દિવાળીના તહેવારોમાં સામાન્ય જનતાને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે, ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી રાહત આપી છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે.

મહત્વનું છે કે ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights