GOOGLE PLAY STORE માં રહેલી નકલી મોબાઇલ APPને ઓળખતા શીખો,તમારું બેંક ખાતુ ખાલી થતા બચાવો…

3,133 Views

સ્માર્ટ ફોનનો ઉપયોગ આપણે સાવધાની પૂર્વક કરવો જોઈએ. કારણ કે સાઈબર ઠગ આપણી લાપરવાહીની રાહ જોઈને બેઠા જ હોય છે. સાઈબર ઠગી નકલી મોબાઈલ એપ્સના માધ્યમથી દરરોજ ઠગીનો શિકાર બનાવી રહ્યાં છે. જાણતા અજાણતા આપણે આવી એપ્લીકેશન ડાઉનલોડ કરી બેસીએ છીએ જેનાથી આપણી તમામ જાણકારી સાઈબર ઠગ પાસે પહોંચી જાય છે. પછી જોત જોતામાં આપણા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે. તે બાદ આપણે પસ્તાવા સિવાય કશું હાથ લાગતું નથી.

તાજેતરમાં જ ગુગલે 23 આવી એપ્લીકેશનની માહિતી મળી છે. જે આ પ્રકારનું કામ કરી રહી છે. તેવામાં યુઝર્સને પણ જાણવું જરૂરી બની રહે છે કે તે એપ્લીકેશન કઈ કઈ છે. તે અસલી છે કે નકલી. તેની ઓળખ કરવી સરળ બનશે.

જ્યારે યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર ઉપર કોઈ એપ્લીકેશનને સર્ચ કરે છે તો તેના નામની ઘણી એપ્લીકેશન મળી આવે છે. તેવામાં યુઝર્સ કન્ફ્યુઝ થઈ જાય છે અને તે નકલી વેબસાઈટ ડાઉનલોડ કરી લે છે. તેનાથી બચવા માટે તમે હંમેશા ડિસ્ક્રિપ્શનને વાંચો અને પછી ડાઉનલોડ કરો. હંમેશા એપ્લીકેશનના આઈકનને ધ્યાનથી જુઓ. આ વાસ્તવિક એપ્લીકેશનથી અલગ હોય છે. એપ્લીકેશનના નામના સ્પેલીંગ ઉપર ધ્યાન રાખો કારણે નકલી એપ્સ અને અસલી એપ્સમાં નામની સ્પેલીંગમાં આગળ પાછળ કરવામાં આવે છે.

નકલી ડેવલેપરની ડિટેલ્સ સરળતાથી દેખાતી નથી. તેવામાં ડાઉનલોડ કરતા પહેલા ડેવલપરનું નામ જરૂરથી ચેક કરો. ડાઉનલોડ કાઉન્ટ પણ ઓછા થવાની સાથે સંભાવના રહેલી છે કે આ એપ્લીકેશન નકલી છે. તેવું એ માટે કારણ કે, એક સ્વિકાર્ય એપ્લીકેશનમાં ડાઉનલોડની સંખ્યામાં ઘણી વધારે હોય છે જ્યારે ક્લોન એપ્લીકેશનમાં ઘણી ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *