કેન્દ્રની મોદી સરકાર 5 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક આપી રહી છે. આ રકમ જીતવા માટે તમારે એક પડકાર પાર કરવો પડશે. સરકારે આ ચેલેન્જમાં ઈનામ તરીકે મોટી રકમ રાખી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને સંયુક્ત રાષ્ટ્રના SDGના સપોર્ટમાં હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડે ઈન્વેસ્ટ ઈન્ડિય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને AGNIi સાથે ગ્રાન્ડ વોટર સેવિંગ ચેલેન્જ શરૂ કર્યું છે.
ઈનામ જીતવા માટે કરવું પડશે આ કામ
ડિજિટલ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કરાયેલી એક ટ્વીટ મુજબ આ સ્પર્ધામાં ઈન્ડિયન ટોઈલેટ માટે એક ઈનોવેટિવ વોટર સેવિંગ ફ્લશ સિસ્ટમ તૈયાર કરવાની છે. જેનો હેતુ શૌચાલયની સ્વચ્છતા અને હાઈજીનની સાથે સાથે પાણી બચાવવાનો પણ છે. ઈનોવેટિવ વોટર સેવિંગ ફ્લશ સિસ્ટમથી સફાઈની સાથે પાણીના ઉપયોગને ઘટાડી શકાય છે. પાણીની બચત હાલના સમયમાં મોટી માંગ છે.
કેટલી છે ઈનામની રકમ
પહેલું ઈનામ- આ સ્પર્ધાના વિનરને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
બીજુ ઈનામ- સ્પર્ધામાં બીજા નંબરે એટલે કે રનર અપને ઈનામમાં 2.5 લાખ રૂપિયા મળશે.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની વેબસાઈટ ની આ લિંક https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/challenge…પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો.
અત્રે જણાવવાનું કે ઉમેદવાર પોતાનું મોડલ સ્ટાર્ટ અપ ઈન્ડિયા હબ પર જઈને જમા કરાવી શકે છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT) ના રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને શૈક્ષણિક સંસ્થાન આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ 25 જૂન 2021 સુધીમાં પોતાનું મોડલ સબમિટ કરવાનું રહેશે.