રાજ્યમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 14 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. વડોદરા અને સુરતમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર અને નવસારીમાં માત્ર 1-1 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 5 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 146 થઇ છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.80 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 60 હજાર 953 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં 53 હજાર 575 લોકોએ રસી મુકાવી. આ તરફ વડોદરામાં 19 હજાર 554 અને રાજકોટમાં 20 હજાર 368 લોકોએ રસીકરણ કરાવ્યું. રાજ્યમાં કુલ 4 કરોડ 91 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 39,517 નવા કેસ સામે આવ્યા છે. અને કોરોનાને કારણે પાછલા 24 કલાકમાં 218 લોકોના મોત થયા છે.
સાજા થનારા દર્દીની સંખ્યાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કુલ 43,899 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 3 લાખ 99 હજારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કેરળની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અહીં છેલ્લા 24 કલાકમાં 26,701થી વધુ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 74 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.