રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે બે સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદ, સુરત, વડોદરામાં 4-4 કેસ નોંધાયા. તો ભાવનગરમાં 3 કેસ નોંધાયા.
જ્યારે 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લા અને 5 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 5 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 149 થઇ છે.
રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5.25 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 53 હજાર 611 લોકોને રસી અપાઇ. તો વડોદરામાં 33 હજાર 953 લોકોનું રસીકરણ કરાયું.
જ્યારે સુરતમાં 27 હજાર 204, અને રાજકોટમાં 30 હજાર 645 લોકોને રસી અપાઇ. જ્યારે બનાસકાંઠામાં 30 હજાર 995 અને દાહોદમાં 30 હજાર 556 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં હવે કુલ 4 કરોડ 82 લાખ 68 હજારનું રસીકરણ પૂર્ણ થયું છે.
કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 29 હજાર 322 કેસ નોંધાયા છે. જ્યારે 131 લોકોનાં મોત થયા છે.
કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે..દેશમાં કોરોનાના 42 હજાર 346 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 340 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 40 હજાર 256 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.99 લાખથી વધુ સક્રિય કેસ છે.,