GUJARAT : રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે 7 ઓગષ્ટે એક જ દિવસમાં 6,01,720 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું0 રસીકરણ કરી દેવાયું છે.
રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં મહાનગરોમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે. અમદાવાદમાં 7 ઓગષ્ટે 56,369 લોકોએ રસી મુકાવી, જ્યારે સુરતમાં 49,694 લોકોએ રસી મુકાવી છે, વડોદરામાં 12,106 લોકોનું રસીકરણ થયું, તો રાજકોટમાં 14 હજાર 746 લોકોને રસી આપવામાં આવી છે.