આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 ફાઈનલ માટે 15 સભ્યોની ટુકડીની ઘોષણા કરવામાં આવી છે. બીસીસીઆઈએ મંગળવારે સાંજે આ માહિતી આપી હતી. ડબલ્યુબીસીની ફાઇનલ 18 જૂનથી ઇંગ્લેન્ડના સાઉથેંપ્ટનમાં રમાશે.
ટીમ ઈન્ડિયા ફાઇનલ માટે તૈયાર
ભારતીય ટીમ ફાઇનલ માટે સંપૂર્ણ તૈયાર છે. ટીમ ઇન્ડિયા ઘણા દિવસોથી સતત પ્રેક્ટિસ કરી રહી છે. ખેલાડીઓ મેદાન પર શક્ય તેટલી પ્રેક્ટિસ કરીને ઇંગ્લેન્ડની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંતિમ મુકાબલા દરમિયાન હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
15 સદસ્યોની ટીમમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે(વાઈસ કેપ્ટન), હનુમા વિહારી,ઋષભ પંત(વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિંદ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ સામેલ છે.