Junagadh : કોઈના ઉચ્ચ અધિકારીને સલામ કરવી એ પોલીસ વિભાગની શિસ્તનો એક ભાગ છે. પરંતુ જ્યારે દીકરા સ્વરૂપે આજ અધિકારી સામે સામે આવે તો. ચોક્કસથી એ માતા આન, બાન, શાન સાથે પોતાના દીકરાને સન્માનની સલામ કરે છે.
કઇંક આવા જ દ્રશ્યો સર્જાયા જૂનાગઢમાં. જ્યાં તાલુકા પોલીસ મથકમાં મધુ રબારીએ ASI તરીકે ફરજ બજાવતા, પોતાના પુત્ર એવા DYSP વિશાલ રબારીને સેલ્યુટથી સન્માન આપ્યું. જો કે, સલામ એ માતાની મમતાને પણ છે, કે જેણે અથાક મહેનત અને પરીશ્રમથી પુત્રને ભણાવ્યો, ગણાવ્યો અને અધિકારી બનાવ્યો. ત્યારે માતા અને પુત્રના સેલ્યુટથી આસપાસ ઉભેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.