Thu. Sep 19th, 2024

Junagadh : સિંહનાં સંવનન કાળ અંગેના નિર્ણય, સાસણ સફારી પાર્ક અને નેશનલ સફારી પાર્ક 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

Junagadh : જૂનાગઢમાં સાસણ સફારી પાર્ક અને નેશનલ સફારી પાર્ક 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી બંધ રહેશે. ચોમાસામાં સિંહોના સંવનન કાળ હોવાથી બંને પાર્ક મુલાકાતીઓ માટે ચાર મહિના માટે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ગીરનાર નેચર સફારી મુલાકાત કોરોનાના વધેલા કેસને કારણે રદ કરવામાં આવી હતી. સફારી લાંબા સમયથી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

ગિરનારની ઉત્તરીય શ્રેણીમાં પ્રવાસીઓ માટે સફારી મુલાકાતો શરૂ કરવામાં આવી હતી અને સાસણ ગીર અભ્યારણ્યની જેમ, તેમને અહીંના અભયારણ્યની મુલાકાત લઈ જવાતા હતા. જો કે, સાસણ ગીર અભ્યારણ્ય, દેવળીયા પાર્ક, સક્કર બાગ ઝૂ પણ કોરોનાને કારણે બંધ હતા.

કોરોના રોગચાળાને પગલે સાસણગીરમાં વન્યપ્રાણી સિંહ નિહાળવાનું બંધ હતું પરંતુ દર વર્ષે 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી વન વેકેશન હોય છે જે સાસણ સફારી પાર્ક અને નેશનલ પાર્કમાં પ્રવાસીઓ માટે ચાર મહિના માટે બંધ રહે છે. ચોમાસાની ઋતુ દરમ્યાન વન્યપ્રાણી સિંહોનું મિટિંગ પરિયડ ચાલે છે આ સમયગાળા દરમિયાન, સિંહો દર વર્ષે વેકેશન પર હોય છે જેથી સિંહોને ખલેલ ન પહોંચે અને 14 ઓક્ટોબરથી સત્તાવાર સિંહ દર્શન ફરી શરૂ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights